Friday, December 31, 2010

માંઉ ની ભગવાન ને પ્રાર્થના!!!

વિધિ ની તો આ કેવી વક્રતા, કર્મો ની તો આ કેવી ગહનતા,
ભગવાને મેળવ્યા જે "માંઉ - બચ્ચા" ને, તેમને જ મળી સંસાર માં નિષ્ફળતા!!!

માંઉ આજે પૂછે ભગવાન ને "હે ભગવાન, જાણી જોઈ ને મેં ન હતું કર્યું બચ્ચા ને હેરાન....
તો શા માટે, બચ્ચા થી અલગ કરી ને "માંઉ" ને કરે છે પરેશાન??
જાણે છે તું સારી રીતે, કે "બચ્ચા" વિના "માંઉ" બની જશે અધૂરું......
શા માટે તું "માંઉ" સાથે, કરે છે આવું બુરું....????"

આંસુ જોઈ માંઉ ના, ભગવાન આવ્યા માંઉ ને પાસ....
ખોળા માં લઇ ને માંઉ ને, એમણે આપ્યો એક વિશ્વાસ.....

ધીરે - ધીરે ભગવાન બોલ્યા માંઉ ને, કે સંભાળ મારી વાત...
મારી વાત સાંભળ્યા પછી, નહિ રહે તને કશી પણ ફરિયાદ...

"બચ્ચા - માંઉ ના નસીબ માં હતો, બસ અહીં સુધી નો જ સાથ.....
કારણ કે, પૂર્વ - જન્મો ના કર્મો નો અહીં સુધી જ હતો સંગાથ...
મારા હાથ માં પણ કઈ નથી હોતું, હું પણ છું લાચાર...
કારણ કે કર્મ ના ફળ તો ભોગવવા પડે સૌ ને, હું પણ નથી બાકાત....

મહત્વ ની એક વાત કહું છું, સાંભળ કરી તું સરવા કાન....
"પ્રેમ" માટે જરૂરી નથી કે વ્યક્તિ રહે હંમેશા તારે સાથ....
વ્યક્તિ ની ગેર-હાજરી માં પણ "પ્રેમ" પાંગરતો રહે છે સદાય...

તારું શરીર પણ જો નથી રહેવા નું તારે સાથ, તો બચ્ચા માટે નો મોહ છોડી ને આગળ વધ અગાધ...
"આત્મ - ભાવ" માં રમતો રહી સાધના કરતો રહેજે અપાર...
"માંઉ - બચ્ચું અને સર્વ મનુષ્યો" છે એ "પરમાત્મા ના જ બાળ...."

સાંભળી વાત "ભગવાન" ની, "માંઉ" ને મળ્યો એક અદભૂત આધાર....
"ભગવાન" ના રૂપ માં "ગુરુદેવ" એ આવી કર્યો "માંઉ" નો ઉદ્ધાર...

નાથ - બાળ "માંઉ" ના
"જય ગુરુદેવ"
લખ્યા તારીખ: ૩૧-૦૧-૨૦૧૦
સમય: ૩:૩૦ થી ૩:૪૫ બપોર ના.